WHAT IS MONEY IN GUJRATI

                      

* પ્રસ્તાવના *
વર્તમાન યુગમાં નાણું એ અર્થવ્યવસ્થા ના આધારસ્તંભ સમાન છે.નાણું એ વિવિધ પ્રવૃતિઓને જોડતી કડી સમાન છે.નાણું ઉત્પાદન,વિનિમય,વહેંચણી અને ઉપભોગ ના કાર્ય ને સરળ અને સુગમ બનાવીને મહાન સેવા બજાવે છે. નાણાંના કારણે અર્થતંત્ર આર્થિક પ્રવૃતિઓ થી ધમધમતુ જોવા મળે છે.નાણાંના કારણે જ આર્થિક વિકાસ શક્ય બને છે. નાણું અર્થતંત્રમાં પ્રાણ પૂરે છે .નાણાં વિનાની દુનિયાની કલ્પના જ થઈ શકે નહીં. અર્થશાસ્ત્રમાં નાણું એ મનુષ્યની મહત્વ ની શોધ છે.જેના ઉપર અન્ય બધી શોધો આધારિત છે.

                          

* વ્યાખ્યા *

‌‌"પ્રો. ક્રાઉથર"

જેનું સામાન્ય રીતે વિનિમય નાં સાધન તરીકે સ્વીકાર કરવામાં આવે છે અને સાથે સાથે જે મૂલ્યના માપક તથા મૂલ્યના સંગ્રાહક તરીકે પણ કાર્ય કરે છે. તે વસ્તુને "નાણું " કહેવામાં આવે છે.

* નાણાંના મુખ્ય કાર્યો *

આધુનિક અર્થવ્યવસ્થામાં નાણાનું શું સ્થાન છે.તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને નાણાંના કર્યો ના આ અભ્યાસ પરથી આવી શકે છે. નાણું અનેકવિધ કાર્ય બજાવે છે.તેને મુખ્યત્વે બે વિભાગ માં વિભાજિત કરી શકાય નાણાંના પ્રાથમિક કે મુખ્ય કર્યો અને નાણાંના આનુષંગિક કે પૂરક કર્યો જેમાં અહીં નાણાંના પ્રાથમિક કાર્યોની નીચે મુજબ ચર્ચા કરવામાં આવી છે.


* નાણાંના પ્રાથમિક/મુખ્ય કર્યો *
આધુનિક યુગમાં નાણું અનેકવિધ કાર્યો બજાવે છે. પરંતુ તેના મૂળભૂત/પ્રાથમિક કે મુખ્ય કાર્યોમાં નીચે મુજબ ના ચાર કાર્યોનો સમાવેશ થાય છે.

1 ) વિનિમય ના માધ્યમ નું કાર્ય :

નાણાનું સૌથી મહત્વ નું કાર્ય વિનિમય ના માધ્યમ નું છે.નાણું બધી વસ્તુ અને સેવાઓના ખરીદ વેચાણ માં માધ્યમ તરીકે કાર્ય કરે છે. નાણાં નું આ કાર્ય બજાવીને આધુનિક અર્થતંત્રને વિનિમય ની પ્રથા ની બધીજ અગવડતાઓ માંથી મુક્ત કર્યું છે. વ્યાપારમાં વધારો થઈ શક્યો છે. જુદાજુદા પ્રદેશો વચ્ચે વ્યાપક પાયાઓ પર સોદા ઓ થઈ રહ્યા છે. આમ નાણાંની શોધ ન પરિણામે વિનિમય નું કાર્ય સરળ અને ઝડપી બન્યું છે . કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે નાણાં વડે આવશ્યક વસ્તુઓ અને સેવાઓ મેળવી શકાય છે. આમ નાણાં એ આ કાર્ય બજાવીને અનેક પ્રકારની મુશ્કેલીઓનું સમાધાન કર્યું છે.


2) મૂલ્યના માપક સાધન તરીકે નું કાર્ય ;

અર્થતંત્ર માં નાણાંનું બીજું મહત્વ નું કાર્ય મૂલ્યના માપદંડ તરીકેનું છે. જેવી રીતે કોઈપણ વસ્તુની લંબાઈ પહોળાઈ મીટરમાં, વજન કિલોગ્રામ માં અને પ્રવાહી લીટર માં માપવામાં આવે છે. તેવી જ રીતે દરેક વસ્તુનું મૂલ્ય નાણાં દ્વારા માપવામાં આવે છે. ભાવો ન પરિવર્તન સાથે નાણાં નું મૂલ્ય બદલતું રહે છે. આમ છતાં અન્ય સાધનોની સરખામણી માં નાણું સૌથી વધુ સારું સાધન પુરવાર થયું છે.


3) ભાવિ ચૂકવણી ના સાધન તરીકે ;
નાણું ભાવિ ચૂકવણીના સાધન તરીકેનું પણ કાર્ય કરે છે. વસ્તુ વિનિમય પ્રથાની એક મુશ્કેલી હતી કે સમય જતા વસ્તુ ખરાબ થઈ જતી હતી . તેનું મૂલ્ય પણ સ્થિર રહેતું ન હતું પરંતુ નાણાં એ આ પ્રકારની વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલી ઓ દૂર કરી છે. અને આર્થિક વ્યવહારો ને ઝડપી,સરળ અને વિશ્વસનીય બનાવ્યા છે. નાણું આ કાર્ય બજાવવામાં સફળ રહ્યું છે. નાણું સર્વ માન્ય સ્વીકૃતિનો ગુણ ધરાવે છે. જેના કારણે લોન મળી શકે છે. વેપારીઓ ઉધાર માલ આપી શકે છે.


4) મૂલ્યના સંગ્રાહક તરીકે નું કાર્ય 
નાણું મૂલ્યના સંગ્રાહક તરીકેનું પણ કાર્ય બજાવે છે. એટલે કે વ્યક્તિ વર્તમાન નાણાકીય આવકનો કેટલોક ભાગ સંગ્રહી રાખીને ભવિષ્યની આકસ્મિક જરૂરિયાતો ને આસાનીથી પૂર્ણ કરી શકે છે. નાણું આ કાર્ય સુંદર રીતે બજાવી શકે છે. તેના કારણો આ પ્રમાણે છે

1) નાણાંની ઉપયોગિતા નો નાશ થતો નથી.
2) ગમે ત્યારે તેના વડે કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે.
3) તેનો સંગ્રહ કરવા માટે ખુબજ ઓછી જગ્યા જોઈએ છીએ.
4) તેમજ તેના સંગ્રહ ની માહિતી ગુપ્ત રાખી શકાય છે .
5) બેન્ક માં થાપણ ના સ્વરૂપે જમા કરાવીને નાણાંને આવકનું સાધન પણ બનાવી શકાય છે.

* ઉપસંહાર *

આમ ઉપરોક્ત ચર્ચા ન સારાંશ રૂપે કહી શકાય કે નાણું એ આધુનિક અર્થવ્યવસ્થામાં આધારસ્તંભ તરીકે છે . ત્યારે તે મુખ્ય કાર્ય તરીકે વિનિમય ના માધ્યમ તરીકે નું કાર્ય બજાવે છે. આ કાર્ય બજાવીને વસ્તુ વિનિમય પ્રથા ની મુશ્કેલીઓ દૂર કરે છે.




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.