HOW MONEY 💸 WORKS 🤔

 HOW MONEY 💸 WORKS 🤔 IN GUJRATI


* INTRODUCTION *

આધુનિક યુગમાં નાણાંના મુખ્ય કાર્યોની માફક આનુષંગિક કાર્યોનું મહત્વ વધતું જાય છે. નાણું મુખ્ય કાર્યોની સાથે સાથે તેને સંલગ્ન આનુષંગિક કાર્ય પણ બજાવે છે.જેની ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છે.




1 ) મૂલ્ય ને સ્થાનાંતરિત કરવાનું કાર્ય:

નાણાંની સહાયથી સંપતિ ને એક સ્થળે થી બીજા સ્થળે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે લઈ જવાનું કાર્ય આસન બની ગયું છે. કારણ કે તે એક તરલ સંપત્તિ છે અને તેમાં સર્વ માન્ય સ્વીકૃતિ નો ગુણ રહેલો છે. જેમ,કે મકાન,ફર્નિચર વગેરે એક જગ્યાએથી વેચીને તેના નાણાં વડે અન્ય સ્થળે આસાનીથી ખરીદી શકાય છે. આમ નાણાં એ સંપતિને સ્થાનાંતરિત કરવાના કાર્યને સરળ બનાવી લોકોને વિશેષ સ્વતંત્રતા પ્રદાન કરી છે.


2 )આવકની વહેંચણી નું કાર્ય:

આધુનિક યુગમાં ઉત્પાદન એ સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. અર્થાત્ ઉત્પાદન જમીન,મૂડી,શ્રમ અને નિયોજક જેવા સાધનોના સામૂહિક પ્રયાસો દ્વારા સંભવિત બને છે. આથી આ દરેક સાધનોને યોગ્ય વળતર મળવું જોઈએ. નાણાં વિહિન સમાજમાં આવકના વિતરણ નું કાર્ય અસંભવિત બની જાય છે. નાણાં એ સામૂહિક આવકની વહેંચણી ને બહુ સરળ તેમજ સુવિધા જનક બનાવી દીધી છે. 


3 ) સુલભ સંપતિ તરીકેનું કાર્ય: 

નાણાં નો કોઈ પણ સમયે કે સ્થળે સંદેહ વીના કે વિશેષ તપાસ કર્યા વિના વિનિમયમાં સ્વીકાર થતો હોવાથી તે સુલભ સંપતિ,તરલ સંપતિ કે હજાર સંપતિ તરીકે કામ કરે છે. અન્ય સ્વરૂપમાં સંપતિ હોય તો તેના દ્વારા ખરીદી કરવાનું મુશ્કેલ બને છે. જયારે નાણાં માં રોકડતાનો ગુણ હોવાથી તે સુલભ સંપતિ તરીકે સારી રીતે કામ આપે છે.


4) શાખના પાયાનું કાર્ય:

શાખ સર્જનની પાયાની ઇંટ તરીકે નાણું કાર્ય કરે છે. કારણ કે વ્યાપારી બેંકો પોતાની પાસે આવેલ થાપણોને આધારે શાખી નાણાનું સર્જન કરે છે. આધુનિક યુગમાં શાખને વિવિધ વ્યવસાયોનો પ્રાણ ગણવામાં આવે છે. શાખ ખુબજ પણ નાણાં પર જ આધારિત છે. કારણ કે બેંકો થાપણોના આધારે જ શાખ સર્જન કરી શકે છે. જો આ થાપણોનું પ્રમાણ વધુ તો શાખ સર્જન વધુ થઈ શકે છે.

અને થાપણો ઓછી તો શાખ સર્જન ઓછું થાય છે.


5 ) બધીજ પ્રકારની સંપતિ ને તરલતા અને સમરૂપતા પ્રદાન કરવાનું કાર્ય:

જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલ જુદા જુદા પ્રકારની સંપતિઓને વેચીને નાણાંમાં પરિવર્તન કરી નાખે તો તે બધાનું સ્વરૂપ સમાન બની જાય છે અને નાણાંના સ્વરૂપમાં પ્રાપ્ત કરેલ સંપતિ ને કોઈ પણ પ્રકારની વસ્તુ ધારી લઈએ ત્યારે પરિવર્તનો કરી શકાય છે. એટલે કે નાણાં ના બદલામાં કોઈ પણ ઇચ્છાનુસાર ની વસ્તુ ખરીદી શકાય છે. જેમ પ્રવાહી ને જે પ્રકારના વાસણ માં નાખવામાં આવે તે પ્રકારનું સ્વરૂપ ધારણ કરીલે છે. તે જ રીતે નાણું પણ આ કાર્ય બજાવે છે. 

*ઉપસંહાર*

આમ વર્તમાન યુગમાં નાણું ઉપર મુજબના પ્રાથમિક અને આનુષંગિક કર્યો બજાવીને સમાજની સેવા બજાવી રહ્યું છે . નાણાં માં રહેલી તરલતા લોકોનો વિશ્વાસ અને સર્વસામાન્ય સ્વીકાર વગેરે ગુણોને કારણે જ નાણું તેના કર્યો બરાબર ચલાવી શકે છે અથવા તેના કાર્યોને સફળતા અપાવે છે. જો ઉપરોક્ત ત્રણે ગુણો નાણાંમાં ન હોય તો અસરકારક કર્યો બજાવી શકે નહીં

.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.