* INTRODUCTION *
નાણું વિનિમયના માધ્યમનું એક મુખ્ય સાધન છે. તેનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓની ખરીદીની ચુકવણીઓ માટે કરવામાં આવે છે. આપણા આર્થિક જીવનમાં નાણાંનો ખુબજ મહત્વ પૂર્ણ સ્થાન રહેલું છે. પ્રોફેસર રોબર્ટસન યોગ્યે જ કહે છે. જે "નાણું પણ એક વસ્તુ જ છે જેમ એક વસ્તુનું મૂલ્ય તેની માંગ અને પુરવઠાની સાપેક્ષ શક્તિઓ દ્વારા નક્કી થાય છે. તે જ રીતે નાણાનું મૂલ્ય પણ તેની માંગ અને પુરવઠાની શક્તિઓ દ્વારા નક્કી થાય છે." તો અહીં નાણાંના પુરવઠાનો અર્થ તેના ઘટકો તેમજ તેના બદલવા છતાં સાપેક્ષ મહત્વની વિગતે ચર્ચા કરીશું.
✅ ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો:
ભારતમાં સંદર્ભ માં જોઈએ તો નાણાંના પુરવઠાના અર્થઘટનનો ખ્યાલ એક વિકસિત ખ્યાલ છે. તેથી સમય ના પરિવર્તન સાથે નાણાં ના પુરવઠાનો ખ્યાલ બદલાતો રહ્યો છે. પરિણામે નાણાં ના પુરવઠા ના નિર્ણય ઘટકો બદલાતા રહ્યા છે. ભારતમાં હાલ માં નાણાં ના પુરવઠાને માપવા માટે તેના ચાર ઘટકો નો સમાવેશ કરવામાં આવે છે. જેમ M1,M2,M3,M4 દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. RBI( રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ) નાણાં ના પુરવઠાનો અંદાજ બાંધવા માટે એટલે કે અર્થતંત્રમાં રહેલા નાણાંના પુરવઠાને ગણતરી કરવા માટે ચાર નાણાંકીય ઘટકો લક્ષ માં લીધા છે. આ દરેક અંગભુત ઘટકો નો અર્થ નીચે મુજબ આપી શકાય .
1 ) M1 એ નાણાં ના પુરવઠાને અસર કરનારો પ્રથમ ઘટક છે.
M1 અંતર્ગત નાણાંના પુરવઠામાં નીચે મુજબ ના ત્રણ પેટા ઘટકો નો સમાવેશ કરવામાં આવે છે.
A) લોકો પાસે રહેલા ચલણ નું કુલ પ્રમાણ .
આમાં લોકો પાસે જે ચલણી નોટો અને સિક્કા ઓ રહેલા હોય છે. તે ચલણી નાણાંનો પુરવઠો દર્શાવે છે.
B) બેંકોની ડિમાન્ડ ડિપોઝિટ.
આમાં વ્યાપારી લોકો અને સહકારી બેંકો માં રહેલી ડિમાન્ડ ડિપોઝિટ નો સમાવેશ થાય છે. જે નાણાંનો પુરવઠો દર્શાવે છે.
C) RBI પાસે રહેલી અન્ય જમા ડિપોઝિટ.
આમાં RBI પાસે રહેલી વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને બેંકો સિવાય ની અન્ય નાણાકીય સંસ્થાઓની ચાલુ ખાતાની ડિપોઝિટ નો સમાવેશ થાય છે.
2 ) M2 એ નાણાં ના પુરવઠાને નક્કી કરનારું બીજું ઘટક છે.
આમાં M2 માં M1 ઉપરાંત પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ડિપોઝિટ નો સમાવેશ કરવામાં આવે છે.
3 ) M3 એ નાણાં ના પુરવઠાને નક્કી કરનારું ત્રીજું ઘટક છે.
આ M3 માં M2 ઉપરાંત વ્યાપારી અને સહકારી બેંકો માં રહેલી ટાઈમ ડિપોઝિટ નો સમાવેશ થાય છે.
4 ) M4 એ નાણાં ના પુરવઠાને નક્કી કરનારું ચોથું ઘટક છે.
આ M4 માં M3 ઉપરાંત કુલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ નો સમાવેશ થાય છે.
આ દ્રષ્ટિએ જોતા ભારતમાં કુલ નાણાં નો પુરવઠો એટલે M1,M2,M3,M4 ભારતમાં નાણાં ના પુરવઠાને માપવા માટે ઉપરના નાણા ના પુરવઠા ને નક્કી કરનારા ચાર ઘટકો નો સરવાળો કરવામાં આવે છે.