કેનેડામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા વિધાર્થીઓએ વિઝા ઇન્ટરવ્યૂમાં પૂછાતા પ્રશ્નો અને બેંક ખાતામાં જરૂરી રકમથી વાકેફ રહેવું જોઈએ. યોગ્ય તૈયારી તમારા સ્ટુડન્ટ વિઝાને સરળ બનાવી શકે છે.
કેનેડામાં અભ્યાસ કરવો એ લાખો ભારતીય વિધાર્થીઓનું સ્વપ્ન છે. શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી, સલામત વાતાવરણ અને સારી કારકિર્દીની તકોને કારણે, આ દેશ વિધાર્થીઓની પહેલી પસંદગી બની ગયો છે. પરંતુ વિદેશમાં અભ્યાસ કરવાના આ સ્વપ્નને સાકાર કરતા પહેલા, કેટલીક મહત્વપૂર્ણ બાબતો, ખાસ કરીને વિઝા ઇન્ટરવ્યૂ અને બેંક બેલેન્સ સંબંધિત બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો તમે કેનેડામાં કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે અને હવે સ્ટડી વિઝા માટે અરજી કરી રહ્યા છો, તો તમારે ઇન્ટરવ્યૂ માટે પણ તૈયાર રહેવું જોઈએ. વિઝા ઇન્ટરવ્યૂમાં, અધિકારી તમારા ઇરાદા, નાણાકીય સ્થિતિ અને અભ્યાસના હેતુને સમજવા માંગે છે.ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે ?..
🔹તમે કેનેડા કેમ પસંદ કર્યું?
🔹તમે કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે અને શા માટે?
🔹તમે કયા કોર્સ કરી રહ્યા છો અને કારકિર્દીમાં તેનો શું ફાયદો થશે?
🔹તમારી આર્થિક સ્થિતિ કેવી છે? તમે અભ્યાસ અને રહેવાનો ખર્ચ કેવી રીતે ઉઠાવશો?
🔹શું તમે અભ્યાસ પછી કેનેડામાં રહેવા માંગો છો?
🔹શું તમે IELTS કે TOEFL જેવી ભાષાની પરીક્ષા પાસ કરી છે?
🔺ખાતામાં આટલા પૈસા હોવા જોઈએ
કેનેડા સરકાર ઇચ્છે છે કે ત્યાં અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થી આર્થિક રીતે સક્ષમ હોય, જેથી તેને ત્યાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ માટે, તમારા બેંક ખાતામાં એક નિશ્ચિત રકમ હોવી જરૂરી છે. વર્ષ 2024 થી, કેનેડાએ આ રકમ વધારીને લગભગ 20,635 કેનેડિયન ડોલર (લગભગ 12.5 લાખ રૂપિયા) કરી દીધી છે. આ રકમ તમારી ટ્યુશન ફી તેમજ ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે છે. જો તમે એકલા જઈ રહ્યા છો, તો આ રકમ પૂરતી હશે. પરંતુ જો કોઈ પરિવારનો સભ્ય તમારી સાથે જઈ રહ્યો છે, તો તેના માટે અલગ રકમ બતાવવી પડશે.
આ દસ્તાવેજો પણ તૈયાર રાખો
🔺પ્રવેશ પત્ર (LOA)
🔺પાસપોર્ટ
🔺બેંક સ્ટેટમેન્ટ (ઓછામાં ઓછા 6 મહિના)
🔺ટ્યુશન ફી રસીદ
🔺ભાષા પરીક્ષણ સ્કોર કાર્ડ (IELTS, TOEFL)
🔺હેતુનું નિવેદન (SOP)
🔺તબીબી પ્રમાણપત્ર (જો પૂછવામાં આવે તો)
🔺ફોટોગ્રાફ અને અન્ય ઓળખ પુરાવો
✅નોંધ : અહીં આવામાં આવેલી માહિતી ફક્ત આપની પ્રાથમિક જાણકારી માટે છે. દરેક પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નો અલગ અલગ હોય છે. અહીં આપવામાં આવેલા પ્રશ્નો સિવાય પણ અન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે..